સૂર્યકુમાર યાદવે ગુજરાત ટાઈટન્સ સામે તોફાની સદી ફટકારી હતી. જે તેની આઈપીએલ કરિયારની પ્રથમ સદી હતી. સૂર્યકુમાર યાદવ માટે તેની પત્ની દેવીશા શેટ્ટી કરોડરજ્જુ સમાન છે. અનેક પ્રસંગોએ તેણે પોતાની સફળતાનો શ્રેય દેવીશાને આપ્યો છે સૂર્યકુમાર અને દેવીશા કોલેજકાળથી એકબીજાને ઓળખે છે. સૂર્યકુમાર તેમની ગ્રેજ્યુએશન દરમિયાન 2012માં પ્રથમ વખત દેવીશાને મળ્યા હતા દેવીશા કોલેજના એક ફંક્શનમાં ડાન્સ કરી રહી હતી, આ દરમિયાન સૂર્યાએ તેને જોઈ અને પહેલી નજરમાં જ તેના પ્રેમમાં પડી ગયો. સૂર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટીએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ મે 2016માં લગ્ન કર્યા હતા. આ કપલ એવા ભારતીય ક્રિકેટર કપલ્સમાંથી એક છે જે દરેક પ્રવાસમાં સાથે રહે છે. સૂર્યકુમારે એક વખત 1.25 લાખ રૂપિયાની હીરાની વીંટી તેને ભેટમાં આપી હતી લગ્ન પહેલા સૂર્યકુમારની પત્ની દેવીશા 2013 થી 2015 સુધી એક એનજીઓમાં કામ કરતી હતી. સૂર્યકુમારની પત્ની દેવીશા ડાન્સર છે, તેણે મુંબઈમાં એક ડાંસ કોચના રૂપમાં કરિયર શરૂ કરી હતી. દેવીશાને જમવાનું બનાવવાનો ખૂબ શોક છે અને કેક બનાવવી ખૂબ પ્રિય છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ