દિલ્હી કેપિટલ્સે IPL 2023 માટે રિષભ પંતની જગ્યાએ બંગાળના યુવા વિકેટ કીપર બેટ્સમેન અભિષેક પોરેલનો સમાવેશ કર્યો છે

વિકેટકીપિંગ ઉપરાંત તે ડાબોડી બેટ્સમેન છે. તે ગયા વર્ષે ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો.

વર્ષ 2022માં જ તેણે ઘરેલુ ક્રિકેટમાં તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું.

તેણે રણજી ટ્રોફી ડેબ્યૂમાં બરોડા સામે અડધી સદી ફટકારી હતી. જ્યારે તેણે રણજી ટ્રોફીની ફાઇનલમાં પણ અડધી સદી ફટકારી હતી.

તે ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી માનવામાં આવે છે.

દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે રિભપ પંતના સ્થાને કેટલાક વિકેટકીપરોની ટ્રાયલ લીધી હતી

તેમાં અભિષેક પોરેલ પણ સામેલ હતો. જે બાદ તેને દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અભિષેક પોરેલે અત્યાર સુધી 16 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જેમાં તેણે 695 રન બનાવ્યા છે.

આ દરમિયાન તેણે 6 અડધી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 73 રન છે.



અભિષેકે 3 લિસ્ટ A મેચોમાં પણ ભાગ લીધો છે. તેને આ મેચોની એક ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી જેમાં તેણે 54 રન બનાવ્યા. આ સિવાય તેણે 3 ટી20 મેચ પણ રમી છે