સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ 17 હાલમાં ખૂબ ચર્ચામાં છે વિકી જૈન, આયેશા ખાન, ઈશા માલવિયા અને સમર્થ જુરેલ ઘરમાંથી બહાર થઈ ગયા છે. બિગ બોસ 17ના ઘરમાં ઈશા માલવીયા અને સમર્થ જુરેલ વચ્ચે પ્રેમસંબંધ જોવા મળ્યો હતો ઈશા માલવિયાના પિતાએ સમર્થ જુરેલથી દૂર રહેવાની સલાહ આપી. ઈશા માલવીયાએ પણ સમર્થને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તે સમર્થ સાથે લગ્ન કરવા જઈ રહી નથી. ટેલીચક્કરે તાજેતરમાં ઈશા માલવિયા સાથે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું, 'જમાઈ કેવી રીતે? હું લગ્ન કરવાની નથી. ઇશા માલવિય પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram