પત્ની સાથે વેકેશન માણી રહ્યો છે બુમરાહ બુમરાહે સોશિયલ મીડિયા પર પત્ની સંજના સાથેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. બુમરાહ હોડીમાં બેસેલો જોઇ શકાય છે. તેણે વ્હાઇટ ટી શર્ટ અને બ્લૂ જિન્સ પહેર્યું છે. બુમરાહની પત્ની સંજના ગણેશને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે બુમરાહ અને સંજનાએ માર્ચ 2021માં લગ્ન કર્યા હતા. સંજના ગણેશન ટીવી એન્કર છે. કોરોનાના કારણે બંન્નેએ ઓછા મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફક્ત 20 થી 25 લોકો હાજર રહ્યા હતા. જસપ્રીત બુમરાહ આગામી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. મુંબઇની ટીમે બુમરાહને રિટેન કર્યો છે. બુમરાહને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની સીરિઝ ફેબ્રુઆરીમાં રમાશે