શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' આજે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. ફિલ્મને પહેલા દિવસે જ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મનું દિગ્દર્શન એટલી કુમાર દ્વારા કરવામાં આવ્યું છે એટલી સાઉથના ખૂબ જ પ્રખ્યાત નિર્દેશક છે. આ કારણોસર તેમની ખૂબ માંગ પણ છે. એટલી દરેક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. એટલીનું સાચું નામ અરુણ કુમાર છે. તેણે વર્ષ 2013માં ફિલ્મ રાજા રાનીથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. Siasat.comના રિપોર્ટ અનુસાર, એટલીની કુલ સંપત્તિ લગભગ 42 કરોડ રૂપિયા છે. All Photo Credit: Instagram