પોપ સિંગર જસ્ટિન બીબરે થોડા સમય પહેલા સ્વાસ્થ્યના કારણોસર વર્લ્ડ ટૂર રદ્દ કરી હતી. જસ્ટિ બીબરના ચાહકો માટે સારા સમાચાર છે. તેના વર્લ્ડ ટૂરને લઈ નવી જાહેર થઈ છે. જસ્ટિન બીબર ભારતમાં પરફોર્મંસ કરવા તૈયાર છે. વર્લ્ડ ટૂર અંતર્ગત તે 18 ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે. કોન્સર્ટની ટિકિટ 4000 રૂપિયાથી શરૂ થશે. બીબરના વર્લ્ડ ટૂરની શરૂઆત 31 જુલાઈથી થશે. તે સૌથી પહેલા ઈટાલીની લુક્કા સમર ફેસ્ટિવલથી વર્લ્ડ ટૂરની શરૂઆત કરશે. આ પહેલા તે 2017માં પર્પસ વર્લ્ડ ટૂરના ભાગરૂપે ભારત આવ્યો હતો. આ વખતે વર્લ્ડ ટૂરમાં દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પણ સામેલ છે. વર્લ્ડ ટૂર ખતમ કરીને 2023માં જસ્ટિન બીબર પરત વતન ફરશે. બીબરના ભારતીય ફેંસ કોન્સર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.