બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચી હતી આ તસવીરોમાં તેણે EaseMyTripના સંસ્થાપક નિશાંત પિટ્ટી સાથે તસવીરો ક્લિક કરાવી હતી કંગનાની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે બાદ અભિનેત્રી નિશાંત પિટ્ટીને ડેટ કરી રહી હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. હવે અભિનેત્રીએ આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. કંગનાએ મીડિયાને વિનંતી કરી કે 'તેને દરરોજ એક નવા માણસ સાથે જોડવામાં ના આવે કંગનાએ કહ્યું કે નિશાંત પિટ્ટી 'હેપ્પી મેરિડ' છે. કંગનાએ વધુમાં જણાવ્યું કે તે 'કોઈ અન્ય'ને ડેટ કરી રહી છે અને યોગ્ય સમયે વધુ વિગતો શેર કરશે. કંગના ટૂંક સમયમાં આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે. All Photo Credit: Instagram