બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતને જીવથી મારી નાંખવાની ધમકી મળી છે.



એક્ટ્રેસ કંગના રનૌતે પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે.



એફઆઇઆરની કૉપી કંગનાએ સોશ્યલ મીડિયા દ્વારા તમામ ફેન્સની સાથે શેર કરી છે.



કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરતા લખ્યું-
મુંબઇમાં થયેલા આતંકી હુમલાના શહીદોને યાદ કરતા મે લખ્યું હતુ કે ગદ્દારોને ક્યારેય માફ ના કરવાના, ના ભૂલવાના.


આ રીતના ઘટનામાં દેશની અંદરના દેશદ્રોહી ગદ્દારોના હાથ હોય છે.
દેશદ્રોહી ગદ્દારોએ ક્યારેક પૈસાની લાલચથી તો ક્યારેક પદ તથા સત્તાની લાલચમાં ભારતમાંને કલંકિત કરવા માટે એક પણ મોકો નથી છોડ્યો.


દેશની અંદરના જયચંદ અને ગદ્દારો ષડયંત્ર રચીને દેશ વિરોધી શક્તિઓને મદદ કરે છે, ત્યારે આ રીતની ઘટનાઓ ઘટે છે.



તેને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને ગદ્દારો પર કટાક્ષભર્યા શબ્દોનો ઉપયોગ કરીને નિશાન તાક્યુ છે.



FIRની જાણકારી આપતા કંગનાએ લખ્યું
તેને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને ગદ્દારો પર કટાક્ષભર્યા શબ્દોનો ઉપયોગ કરીને નિશાન તાક્યુ છે.


મને આશા છે કે પંજાબ સરકાર પણ જલદી કાર્યવાહી કરશે.



દેશ મારા માટે સર્વોપરી છે, આના માટે મને મારે બલિદાન પણ આપવુ પડે તો મને સ્વીકાર્ય છે, પણ હું ના ડરી છું ના ક્યારેય ડરીશ, દેશના હિતમાં, ગદ્દારો વિરુદ્ધ ખુલીને બોલતી રહીશ.



કંગનાએ છેલ્લે જય હિન્દ, જય ભારતની સાથે પોતાની પૉસ્ટનો અંત કર્યો છે.