કરિશ્મા કપૂર 25 જૂને 49 વર્ષની થઈ ગઈ છે. આ વખતે તે પોતાનો જન્મદિવસ ઉજવવા પેરિસ ગઇ હતી તેણે પેરિસથી કેટલીક તસવીરો શેર કરી છે 26મી જૂને કરિશ્મા કપૂરે પેરિસમાંથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં કરિશ્મા એફિલ ટાવરની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. દરમિયાન તે બ્લેક કટપીસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરિશ્માએ તેના ડિનરની તસવીર પણ શેર કરી હતી. તેણે સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2016માં તેમના ડિવોર્સ થયા હતા All Photo Credit: Instagram