ભૂલ ભૂલૈયાનો સ્ટાર કાર્તિક આર્યન મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો.

કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરી લખ્યું – ગણપતિ બાપ્પા મોર્યા… લાલબાગના રાજાની પહેલી ઝલક જોઈને ધન્ય થયો.

આ વર્ષે મારું જીવન બદલવા માટે બાપ્પા તમારો આભાર. હું આશા રાખું છું કે તમે મારી બધી ઇચ્છાઓ આ રીતે પૂર્ણ કરતા રહેશો.

લાલાબાગચા રાજાના આયોજકો દ્વારા મોમેન્ટો આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

લાલબાગચા રાજાના દર્શન કરવા આવ્યો ત્યારે ચાહકો તેને જોઈ ખુશ થયા હતા.

આ તસવીરમાં પંડિત તેને કપાળમાં ચાંદલો કરતાં જોવા મળી રહ્યા છે.

લાલબાગચા રાજાના પંડાલ બહાર ફેંસ સાથે સેલ્ફી પડાવતો કાર્તિક આર્યન.

કાર્તિક આર્યને બંદોબસ્તમાં રહેલી મહિલા કર્મચારીઓ સાથે પણ સેલ્ફી પડાવી હતી.

લાલબાગચા મંદિરના પંડાલ પાસે કારમાંથી નીકળી ચાહકોનું અભિવાદન ઝીલતો કાર્તિક આર્યન.

લાલબાગચા રાજાના કાર્તિક આર્યનના ફોટા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.