90 ના દાયકાના અભિનેતા ગૈવિન પૈકર્ડ વિલન તરીકે જાણીતો છે. ગૈવિને વિલન બનીને દર્શકોના દિલ જીતી લીધા. તેણે 'મોહરા', 'કરણ-અર્જુન' અને 'સડક' જેવી ફિલ્મો કામ કર્યું છે. જોકે, વર્ષ 2012માં તેનું અવસાન થયું હતું. ગૈવિન પૈકર્ડેને બે પુત્રીઓ છે. પ્રથમ પુત્રીનું નામ એરિકા પૈકર્ડ અને બીજીનું નામ કેમિલ કાયલા પૈકર્ડ છે. એરિકા પૈકર્ડ વ્યવસાયે મોડલ છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. એરિકાનું નામ શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂર સાથે જોડવામાં આવ્યું હતું. બંનેએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અલગ થઇ ગયા હતા. All Photo Credit: Instagram