અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે 59 વર્ષની વયે તેમની પાસે 137.8 અબજ ડોલરની સંપત્તિ છે હવે તેમની સગાઈના અહેવાલ સામે આવ્યા છે જેફ બેજોસે તેની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ સાથે સગાઈ કરી છે અબજપતિએ 50 કરોડ ડૉલરની યાટ પણ ડેડિકેટ કરી છે 53 વર્ષની લોરેન સાંચેજે એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટર અને ન્યૂઝ એન્કર તરીકે કામ કર્યુ છે તેની પાસે હેલિકોપ્ટર પાયલટનું લાયસન્સ પણ છે 2018થી જેફ બેજોસને ડેટ કરતી હતી અને 2019માં સંબંધ જાહેર કર્યો હતો હોલિવૂડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તેના બે બાળકો એલા અને ઇવાન છે તે અંતરિક્ષની યાત્રા કરવાનો ઈરાદો રાખે છે અને બેજોસ અર્થ ફંડના ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કરે છે