બિલ ગેટ્સે એવી પાંચ વાતો જણાવી છે જે દરેક ગ્રેજ્યુએશન કરતાં વ્યક્તિ કે ફ્રેશરને ખબર હોવી જોઈએ તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કદાચ મને આ વાત મારી 21 વર્ષની વયે ખબર હોત, જાણો શું કહ્યું કરિયરનું ડિસીઝન કાયમી હોતું નથી તે બદલાઈ પણ શકે છે નવી ચીજો શીખતા રહો તેનાથી ડરો નહીં બીજાની મદદ કરો નેટવર્કિંગથી તમારો ફાયદો થશે, તેથી નેટવર્ક બનાવતાં રહો જીવનમાં કામથી વધીને પણ કઈંક છે, જરૂર પડે તો ખુદને બ્રેક આપો. બિલ ગેટ્સે પોલ એલન સાથે મળીને માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની શરૂઆત કરી હતી તેમણે તેમના શરૂઆતના દિવસોમાં તનતોડ કામ કર્યું અને બ્રેક કે રજા લીધી નહોતી આ વાતનો આજે પણ તેમને અફસોસ છે તેમનું કહેવું છે કે કામ ઉપરાંત પરિવાર અને બ્રેક લેવો પણ જરૂરી છે.