એલન મસ્કે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્વિટરના નવા સીઈઓ મળી ગયા છે તે 6 અઠવાડિયામાં કામ શરૂ કરશે. મસ્કે ટ્વિટરની કમાન એક મહિલાને સોંપવાની વાત કરી છે. એલન મસ્કે કોઈ નામની જાહેરાત કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે એનબીસી યુનિવર્સલના વડા Linda Yaccarino સીઈઓની રેસમાં સૌથી આગળ છે. મસ્કના સ્થાને Linda Yaccarino ને સીઇઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. Linda Yaccarino 2011 થી NBC યુનિવર્સલ સાથે સંકળાયેલા છે. તેઓ કંપનીના પ્રમુખ, ગ્લોબલ એડ અને ભાગીદારી તરીકે સેવા આપે છે. Linda Yaccarino એનબીસી યુનિવર્સલ ખાતે ટોચના એડવર્ટાઇઝિંગ સેલ્સ એક્ઝિક્યુટિવ છે. આ પહેલા Linda Yaccarino એ મનોરંજન અને ડિજિટલ એડ વિભાગમાં પણ કામ કર્યું હતું. Linda એ ટર્નર ખાતે 19 વર્ષ સુધી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, સીઇઓ, એડવર્ટાઇઝિંગ હેડ અને એક્વિઝિશન હેડ તરીકે સેવા આપી તેમણે પેન સ્ટેટ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અહીં તેમણે લિબરલ આર્ટ અને ટેલી કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.