જસ્ટિન બીબર વર્લ્ડ ટૂર અંતર્ગત તે 18 ઓક્ટોબરે નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં કોન્સર્ટ કરશે. જસ્ટિન બીબરની પત્નીનું નામ હેલી બીબર છે. બંનેએ સિક્રેટ લગ્ન કર્યા હતા. કપલે પોતાની પ્રથમ એનિવર્સરી પર ફરીથી લગ્ન કર્યા હતા, જેમાં 150 લોકો સામેલ થયા હતા. લગ્ન પહેલા હેલીનું નામ હેલી રોડ બાલ્ડવિન હતું. લગ્ન બાદ તેણે ભારતીય પરિણીતાની માફક નામ કર્યું. હેલી જાણીતી અમેરિકન મોડલ અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તેણી સોશલાઇટ પણ છે. તેનો જન્મ 22 નવેમ્બર 1997માં બાલ્ડવિન પરિવારમાં થયો છે. હેલી શરૂઆતમાં બેલે ડાંસર બનવા માંગતી હતી. આ અંગે તેણે ટ્રેનિંગ પણ લીધી હતી. હેલીએ રાલ્ફ લોરેને, ગેસ, ટોમી હિલ્ફિગર જેવી બ્રાંડ માટે એડ શૂટ કરી છે. તેણે પહેલી એડ શૂટ ફોર્ડ મોડલ્સ માટે કરી હતી. તે અનેક મેગેઝિનના કવર પર નજરે પડી ચુકી છે. હેલીએ મોડલિંગની સાથે સાથે અનેક ટીવી શો પણ કર્યા છે. ટીવી એક્ટર તરીકે 9 વર્ષની વયે ડેબ્યૂ કર્યું. હેલી ટીવી શો હોસ્ટ કરવાની સાથે મ્યૂઝિક વીડિયોમાં પણ નજરે પડી ચુકી છે. જસ્ટિન બીબર પહેલા સિંગર શોન મેંડેસ સાથે તેનું અફેર હતું.