સાઉથની બ્લોક બસ્ટર ફિલ્મ KGF-2 સુપરડુપર હીટ રહી છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર યશની સાથે અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી રીના દેસાઈના રોલમાં જોવા મળી હતી. શ્રીનિધિ શેટ્ટીની આ પ્રથમ ફિલ્મ હતી અને પ્રથમ ફિલ્મથી જ સુપરસ્ટાર બની હતી. શ્રીનિધિ શેટ્ટી અભિનેત્રી અને મોડલ છે. તેણે કેજીએફ ચેપ્ટર-1માં કામ કર્યુ હતું. જેના આધારે તેની કેજીએફ-2મા પણ પસંદગી કરવામાં આવી. શ્રીનિધિએ સૌંદર્ય સ્પર્ધા મિસ સુપર નેશનલનો ખિતાબ જીત્યો છે. આ અવોર્ડ જીતનારી બીજી ભારતીય મહિલા છે. તેનો જન્મ 21 ઓક્ટોબર, 1992ના રોજ કર્ણાટકના બેંગ્લુરુમાં થયો છે. તેના પિતાનું નામ રમેશ શેટ્ટી અને માતાનું નામ કુશલા શેટ્ટી છે. તેને બે મોટી બહેનો અમૃતા શેટ્ટી અને પ્રિયંકા શેટ્ટી પણ છે. 2016માં તેણે મિસ દિવા નેશનલનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત મિસ સાઉથ, મિસ બ્યુટીફૂલ સ્માઈલ, મિસ કર્ણાટક જેવા એવોર્ડ પણ જીત્યા છે.