1 ઓગસ્ટ, 1992ના રોજ નાગપુરમાં જન્મેલી મૃણાલ ઠાકુર ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ છે. મૃણાલ ઠાકુરને ઓળખ ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યથી મળી હતી. તે ઋતિક રોશન સાથે ફિલ્મ સુપર 30માં પણ નજરે આવી હતી. મૃણાલ ઠાકુર નચ બલિએ સીઝન 7માં સ્પર્ધક તરીકે નજરે પડી હતી. તેણે મરાઠી ફિલ્મ વિટ્ટુ ડાંડૂમાં પણ એક્ટિંગ કરી છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર સ્ટાયલિશ લુકની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ