ફિલ્મ 'પુષ્પા'માં ગરીબ છોકરીની ભૂમિકા ભજવનાર રશ્મિકા વાસ્તવમાં રાજકુમારીની જેમ જીવન જીવે છે.



તે કરોડોની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 45 કરોડથી વધુ છે.



આ સાથે તે દર મહિને 40 લાખ રૂપિયા સુધીની કમાણી પણ કરે છે.



અભિનેત્રીની આવકના મુખ્ય સ્ત્રોત અભિનય, પ્રદર્શન, મોડેલિંગ અને જાહેરાત છે.



આમાંથી તે એક વર્ષમાં પાંચ કરોડથી વધુની કમાણી કરે છે.



આ સિવાય તે ફિલ્મોમાં કામ કરવા માટે તગડી ફી લે છે.



અભિનેત્રી એક પ્રોજેક્ટ માટે ચાર કરોડ રૂપિયા ચાર્જ કરે છે.



કર્ણાટકમાં તે તેના પરિવાર સાથે વૈભવી મકાનમાં રહે છે, જેની કિંમત લગભગ આઠ કરોડ હોવાનું કહેવાય છે.



આ સિવાય તેની પાસે હૈદરાબાદ અને મુંબઈમાં ઘર છે, જે તમામ સુવિધાઓથી સજ્જ છે.



અભિનેત્રી પાસે એક કરોડની મર્સિડીઝ સી ક્લાસ, રૂ. 60 લાખની ઓડી ક્યૂ3 અને રેન્જ રોવર જેવી લક્ઝુરિયસ કાર છે.



આ સિવાય રશ્મિકા મોંઘી હેન્ડબેગ કેરી કરવા માટે પણ ફેમસ છે. તેની એક બેગની કિંમત લગભગ ત્રણ લાખ રૂપિયા છે.



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ