સૂર્યાની ક્રિકેટ જર્ની સાથે-સાથે તેમની લવલાઈફ પણ રસપ્રદ છે

સૂર્યકુમાર યાદવની કૉલેજ લવ સ્ટોરી વિશે ઘણા ઓછા લોકો જાણે છે.

સૂર્યકુમાર યાદવ કહે છે કે મારી સારી બેટિંગનો શ્રેય મારી પત્નીને જાય છે.

સૂર્યકુમાર યાદવની વાઇફ દેવીશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો..

વર્ષ 2013 થી 2015 સુધી તેઓએ એક એનજીઓ 'દ લાઇટહાસ પ્રોજેક્ટ' માટે એક વોન્ટિયર તરીકે કામ કર્યું

દેવીશા શેટ્ટીને કોલેજ લાઈફથી જ ડાન્સનો ખૂબ શોખ છે. કોલેજના એક કાર્યક્રમમાં દેવીશાના ડાન્સથી સૂર્ય મંત્રમુગ્ધ થઈ ગયો હતો, ત્યાંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.

સૂર્યકુમારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે મેચના બે દિવસ પહેલા બેટને હાથ પણ નથી લગાવતો.


મેચના એક દિવસ પહેલા જ તે રજાનો સમય પસાર કરે છે. આ દરમિયાન તે પોતાની પત્ની સાથે સમય વિતાવે છે અને ક્રિકેટ વિશે બિલકુલ વાત કરતો નથી.

સૂર્યકુમાર યાદવ અને દેવીશા શેટ્ટી બંને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે.

તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.

તમામ તસવીર સૌજન્યઃ devishashetty_ ઈન્સ્ટાગ્રામ