ભારતમાં અંબાણી પરિવાર સૌથી ધનિક છે પરંતુ સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કહાની તેનાથી ઘણી અલગ છે. મુકેશ અંબાણીથી વિરુદ્ધ અનિલ અંબાણી અનેક વખત વિવાદોમાં આવી ચુક્યો છે અને તેની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સે દેવાળું ફૂંક્યું છે. બિઝનેસ ટાયકૂન ધીરુભાઈ અંબાણીના બંને પુત્રો 2004માં અલગ થયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને લઈ મુકેશ-અનિલમાં વિવાદ થયો હતો. અનિલ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે ઉપરાંત રિલાયન્સ પાવર, કેપિટલ્સ, ઈન્ફ્રા સહિત ફ્રેન્ચાઇઝીની અનેક કંપનીના માલિક છે. અનિલ અંબાણીએ 2019માં રિલાયન્સ કમ્યુનિકેશન્સના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. આરબીઆઈએ કંપની સામે દેવાળું ફૂંક્યાની પ્રક્રિયા શરૂ કરી છે. અનિલ અંબાણીએ બોલિવૂડ એક્ટ્રેસ ટીના અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે સંતાનો જય અનમોલ અંબાણી અને જય અંશુમલ અંબાણી છે.