અત્યાર સુધી માત્ર 5 બેટ્સમેન એવા છે જેમણે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 600+ રન બનાવ્યા છે. આ યાદીમાં સચિન તેંડુલકર નંબર-1 પર છે. વર્લ્ડ કપ ઈતિહાસની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે પ્રથમ સ્થાને છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે વર્લ્ડ કપ 2003માં 673 રન બનાવ્યા હતા. તેણે 11 મેચમાં 61.18ની એવરેજથી રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપ 2007માં 11 મેચની 10 ઇનિંગ્સમાં 659 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા નંબર પર રોહિત શર્મા છે. રોહિતે વર્લ્ડ કપ 2019માં 9 મેચની 9 ઇનિંગ્સમાં કુલ 648 રન બનાવ્યા હતા. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નર ચોથા સ્થાને છે. વોર્નરે વર્લ્ડ કપ 2019માં પણ 10 મેચની 10 ઇનિંગ્સમાં 647 રન બનાવ્યા હતા. આ યાદીમાં ટોપ-5માં બાંગ્લાદેશનો શાકિબ અલ-હસન પણ સામેલ છે. શાકિબે 8 મેચની 8 ઇનિંગ્સમાં 86.57ની બેટિંગ એવરેજથી 606 રન બનાવ્યા છે. આ વખતે સચિનનો રેકોર્ડ તુટી શકે છે