કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળની માહિતી મેળવવામાં વ્યતિત થતા સમયનો બચાવ થશે.
સમય વ્યતિત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિગની કામગીરી કરી શકશે.
મોબાઈલ એપમાં ૭૦૦૦ કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે
પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી 24 કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.
રાજ્યના કોઈ પણ ખૂણે નજીકની ઉપલબ્ધ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી અને ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી જવાનો રસ્તો પણ ગુગલ-મેપમાં નેવિગેટ દ્વારા આપમેળે જ મળી શકશે.
ઘટના સ્થળે આવતી એમ્બ્યુલન્સનો રૂટ મેપ અને અંદાજીત સમય (ETA) પણ મોબાઈલ એપમાં જોઈ શકાશે. તેમજ આવનાર એમ્બ્યુલન્સના કર્મચારીનો સંપર્ક નંબર પણ મોબાઈલ એપમાં મળી શકશે
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના લાભાર્થીઓ સેવા વિશે પોતાના અનુભવ, સુચન કે અભિપ્રાય પણ આ એપનાં માધ્યમથી રેટિંગ થકી આપી શકશે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.
સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે.
108 મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ છે.