આ જૂથોમાં તે દેશોનો સમાવેશ થાય છે, જે અર્થતંત્રની દ્રષ્ટિએ વિશ્વમાં ટોચ પર છે.
ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, ઇટાલી, કોરિયા, જર્મની, ભારત, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
દર વર્ષે આ દેશોની કોન્ફરન્સ અથવા સમિટ થાય છે, જેમાં વિવિધ દેશોના ટોચના નેતાઓ, વડા પ્રધાન, નાણાં પ્રધાન વગેરે સામેલ થાય છે
આ ફોરમનું મહત્વનું કાર્ય આર્થિક સહયોગ છે, જેમાં સામેલ દેશોની કુલ જીડીપી વિશ્વભરના દેશોના 80 ટકા છે.
આ દેશો માત્ર વૈશ્વિક અર્થતંત્ર પર જ નહીં, પરંતુ આર્થિક સ્થિરતા અને આબોહવા પરિવર્તન અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ પર પણ સાથે મળીને કામ કરે છે.
આ ફોરમનો મહત્વનો ઉદ્દેશ્ય આર્થિક સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો છે.
આ વર્ષનું જી-20 સંમેલન ઈન્ડોનેશિયાના બાલીમાં યોજાશે.