વર્ષનું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ ઓક્ટોબર મહિનામાં થવાનું છે આ મહિનામાં વર્ષનું અંતિમ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો પિતૃપક્ષના અંતિમ દિવસે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે. આ દિવસે અમાસની તિથિ પણ છે 2023નું અંતિમ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે આ ગ્રહણ મુખ્ય રીતે અમેરિકામાં જોવા મળશે સૂર્યગ્રહણ 14 ઓકટોબર 2023ના રોજ રાત્રે 8.34 કલાકે શરૂ થશે અને મધરાત્રે 2.25 કલાકે પૂરું થશે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નહીં હોવાથી સૂતક કાળ માન્ય રહેશે નહીં 14 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં થશે આ ગ્રહણ મુખ્ય રીતે પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાંટિક દેશોમાં જોવા મળશે