ભારતમાં સેંકડો નદીઓ વહે છે દરેક નદીની કોઈને કોઈ વિશેષતા છે એક એવી નદી છે જેની રેતમાં સોનાના કણ મળે છે આ નદીનું નામ સ્વર્ણ રેખા નદી છે સોનાના કણ વહાવીને લાવવાના કારણે તેનું નામ સ્વર્ણરેખા પડ્યું તેમાંથી મળતા સોનાથી આસપાસના પરિવારોનું ગુજરાન ચાલે છે સ્વર્ણરેખા નદીનું ઉદ્ગમ સ્થાન ઝારખંડ રાજ્યમાં છે જે પશ્ચિમ બંગાળ અને ઓડિશા રાજ્યોમાં પણ વહે છે આગળ જઈને સ્વર્ણરેખા નદીં બંગાળની ખાડીને મળી જાય છે