કદાચ તમને ખબર નહીં હોય કે ભારતમાં એક પ્રાઇવેટ હિલ સ્ટેશન પણ છે તેનું નામ છે લવાસા સિટી, જે મુંબઈ નજીક આવેલું છે મજેદાર વાત એ છે આ પ્રાઇવેટ હિલ સ્ટેશન અંબાણી કે અદાણીનું નથી લવાસા સિટીને તાજેતરમાં જ એનસીએલટી દ્વારા વેચવામાં આવ્યું છે તેને ખરીદનારી ડાર્વિન પ્લેટફોર્મ ગ્રુપ ઓફ કંપનીઝ છે ડાર્વિન ગ્રુપની ડાર્વિન પ્લેટફોર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 1814 કરોડ રૂપિયામાં બોલી લગાવી હતી ડાર્વિન ગ્રુપમાં 21 કંપનીઓ સામેલ છે આ કંપનીઓ 11 દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં કારોબાર કરી રહી છે ડાર્વિન ગ્રુપના ચેરમેન અજય હરિનાથ સિંહ છે જેની તમામ કંપનીઓની વેલ્યુ 68 હજાર કરોડ રૂપિયાથી વધારે છે