સમગ્ર દેશમાં LICના કરોડો પોલિસી ધારકો છે. એલઆઈસી હંમેશા પોલિસી ધારકને પોલિસી ખરીદતી વખતે નોમિનીની નોંધણી કરવાની સલાહ આપે છે. પોલિસી લીધા પછી ઘણી વખત પોલિસી ધારકે નોમિનીને અપડેટ કરવું પડે છે. જો તમે LICમાં નોમિનીને અપડેટ કરવા માંગો છો તો પદ્ધતિ ખૂબ જ સરળ છે. નોમિની બદલવા માટે તમારે LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે તમારે અહીંથી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને જે વ્યક્તિનું નામ ઉમેરવાનું છે તેના સંબંધનો પુરાવો આપવો પડશે. પછી બ્રાન્ચમાં જાઓ અને આ કામ થોડીવારમાં થઈ જશે. નોમિની અપડેટ માટે તમારે પોલિસી બોન્ડ, રિલેશનશિપ સર્ટિફિકેટ, આધાર અને પાન કાર્ડની જરૂર પડશે.