તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 પછી બાળકોમાં માયોપિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.



હાલમાં દર ત્રણમાંથી એક બાળક માયોપિયાનો શિકાર છે.



માયોપિયામાં બાળકોને દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડે છે



એવો અંદાજ છે કે વર્ષ 2050 સુધીમાં બાળકોમાં માયોપિયાના કેસ 74 કરોડ સુધી પહોંચી શકે છે.



અભ્યાસ મુજબ, માયોપિયાના વધતા કેસ પાછળનું કારણ વધુ પડતો સ્ક્રીન ટાઇમ છે.



બહાર રમવાથી અને સૂર્યપ્રકાશમાં રહેવાથી આંખોને આરામ મળે છે અને માયોપિયાનું જોખમ ઓછું થાય છે.



બાળકોને દરરોજ ઓછામાં ઓછા 2-3 કલાક બહાર રમવા માટે પ્રોત્સાહિત કરો.



ઓછા પ્રકાશમાં વાંચવા અથવા ફોન વાપરવાથી આંખો પર વધુ સ્ટ્રેન પડે છે.



કોમ્પ્યુટર, ટેબ્લેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ દરરોજ 2 કલાકથી વધુ ન કરવો જોઈએ.



અભ્યાસ કરતી વખતે ખાતરી કરો કે બાળકોના રૂમની લાઇટિંગ યોગ્ય છે



બાળકોની આંખોની નિયમિત તપાસ કરાવવી જરૂરી છે



બાળકના આહારમાં વિટામિન A, D, E અને Omega-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોવા જોઈએ.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો