જો તમે ઊંઘની ગોળીઓ લો છો તો સાવધાન થઇ જાવ



અનિદ્રાથી પીડિત ઘણા લોકો ઊંઘની ગોળીઓ લેવાનું શરૂ કરે છે.



પરંતુ ઊંઘની ગોળીઓ શરીર માટે નુકસાનકારક છે



સંશોધન મુજબ, 35 મિલિગ્રામ સ્લીપિંગ પિલ્સથી હાર્ટ અટેકનું જોખમ 20 ટકા વધી શકે છે



જ્યારે એક વર્ષમાં લગભગ 60 ઊંઘની ગોળીઓ લેવાથી જોખમ 50 ટકા સુધી વધી શકે છે.



જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઊંઘની ગોળીઓ લે છે તો તેનું શરીર અમુક સમયે નિયંત્રણ ગુમાવી શકે છે. આવા લોકો અચાનક સૂઈ જાય છે હંમેશા આળસુ રહે છે, સુસ્તી અનુભવે છે



ઊંઘની દવાઓ લેવાથી અનિયમિત ભૂખ લાગી શકે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે અથવા કબજિયાતની સમસ્યા રહે છે



ઊંઘની ગોળીઓ ખાવાથી ગેસ થવો, માથાનો દુખાવો, હાર્ટબર્ન, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.



લાંબા સમય સુધી ઊંઘની ગોળીઓ લેવાથી યાદશક્તિ નબળી પડી શકે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો