ઉનાળામાં માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક સામાન્ય ભૂલો તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.



માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ હોય છે, પરંતુ જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે નુકસાનકારક પણ બની શકે છે.



માટલામાંથી પાણી લેતી વખતે ક્યારેય હાથ બોળવો નહીં. હાથ પરની ગંદકી પાણીને દૂષિત કરી શકે છે. હંમેશા ડોયા અથવા સ્વચ્છ વાસણનો ઉપયોગ કરો.



માટલામાં રોજ પાણી બદલો અને તેને નિયમિત સાફ કરો. ઘણા દિવસો સુધી એક જ પાણી ભરવાથી બેક્ટેરિયા વધી શકે છે. માટલાને સાફ કર્યા બાદ જ નવું પાણી ભરો.



માટલાને ઢાંકીને રાખો. ખુલ્લું રાખવાથી ધૂળ અને જીવજંતુઓ પાણીમાં પડી શકે છે, જે તેને પીવા માટે અસુરક્ષિત બનાવે છે.



માટલાને ભીના કપડાથી ઢાંકીને રાખતા હોવ તો કપડાને નિયમિત સાફ કરો. ગંદુ કપડું ફંગલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે.



ચળકાટવાળા કે પ્રિન્ટેડ માટલાં ખરીદવાનું ટાળો. રાસાયણિક કોટિંગ વાળા માટલાં સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.



કુદરતી માટીના અને બિન-પોલિશ્ડ માટલાં જ પસંદ કરો.



માટલાનું પાણી પીતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે ઉનાળામાં સ્વસ્થ રહી શકશો. બેદરકારી તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે.