આજના સમયમાં ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડે છે.



જો તમને ડાયાબિટીસ છે અને તમે કઠોળના શોખીન છો, તો તમારે અડદની દાળ ખાવાનું ટાળવું જોઈએ.



અડદની દાળ પચવામાં ભારે હોવાથી તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.



વધુ માત્રામાં અડદની દાળ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જે હૃદય માટે જોખમી છે.



અડદની દાળમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોવાથી યુરિક એસિડ વધી શકે છે, જે સાંધાના દુખાવાને વધારી શકે છે.



આ દાળમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પણ વધારે હોય છે, જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે.



ડાયાબિટીસના દર્દીઓએ હંમેશાં લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકને પ્રાધાન્ય આપવું જોઈએ.



અડદની દાળમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોવા છતાં, ડાયાબિટીસના દર્દીઓ માટે તે હાનિકારક સાબિત થઈ શકે છે.



ડાયાબિટીસના દર્દીઓએ પોતાના આહાર વિશે હંમેશાં સાવચેત રહેવું જોઈએ.



તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલાં ડૉક્ટર અથવા આહાર નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.