આજકાલની વ્યસ્ત જિંદગીમાં લોકો માટે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે.



ટીનેજરો હોય કે કામ કરતા લોકો બધા જ તણાવ અને ચિંતાનો ભોગ બને છે.



ઘરમાં રહેતી મહિલાઓ હોય કે નિવૃત્ત વૃદ્ધો દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણસર તણાવનો સામનો કરી રહી છે.



તમે તમારા ઘર, મહોલ્લા કે પરિવારમાં કોઈને જોયા જ હશે જે રાત્રે અચાનક જાગી જાય અને ચીસો પાડવા લાગે છે



મિડનાઇટ એન્ઝાઇટીના શિકાર લોકોને રાત્રે સૂતી વખતે અચાનક ગભરાટનો હુમલો આવે છે.



આ વ્યક્તિ પર માનસિક અને શારીરિક અસરો કરી શકે છે, જે ઊંઘની ક્વોલિટી અને લાઇફ સાઇકલ ડિસ્ટર્બ થાય છે.



મિડનાઇટ એન્ઝાઇટીના ઘણા કારણો હોઈ શકે છે. જેમાંથી કેટલાક અચાનક ઘટનાઓ, માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ અથવા ભાવનાત્મક અનુભવો હોઈ શકે છે.



આ હુમલાને કારણે સૂતેલી વ્યક્તિ ખરાબ સપનું જોઈને ગભરાઈને જાગી જાય છે. આ દરમિયાન ઘણા લોકોને છાતીમાં દુખાવો પણ થાય છે.



જ્યારે પણ તમે કોઈ કામને લઈને વધુ પડતો તણાવ લો છો. દિવસ-રાત એક જ વસ્તુ વિશે વિચારવાથી મધરાતે ગભરાટના હુમલા થઈ શકે છે.



જો તમારી ઊંઘની આદત સારી નથી તો તમે મિડનાઈટ એન્ગ્ઝાયટી એટેકનો શિકાર બની શકો છો.



ઊંઘ ન આવવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. તેની સાથે હોર્મોનલ અસંતુલન થાય છે. તેથી દરરોજ 8 થી 10 કલાકની ઊંઘ લો.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો