ચાંદીપુરા વાયરસની શોધ 1965માં થઈ હતી

પ્રથમ વખત આ વાયરસ નાગપુરના ચાંદીપુરમાં મળી આવ્યો હતો

તેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે

જે માદા ફ્લેબોટોમાઇન માખીથી ફેલાય છે

આ વાયરસ મચ્છર અને સેંડ ફ્લાઇના કરડવાથી પણ ફેલાય છે

ચાંદીપુરા વાયરસ બાળકોને તેની ઝપેટમાં લઇ લે છે

9 મહિનાથી લઈ 14 વર્ષના બાળકો પર સૌથી વધુ ખતરો રહે છે

આ વાયરસ માખી કે મચ્છરની લાળથી લોહી સુધી પહોંચે છે

તેના લક્ષણ- ઝાડા, ઉલટી, નબળાઈ, બેહોશી અને તાવ છે

આ વાયરસની અત્યાર સુધી કોઈ એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી

દર્દીના લક્ષણો જોઈને જ તેની સારવાર કરવામાં આવે છે

ગુજરાતમાં હાલ આ રોગના 80થી વધુ દર્દીઓ છે