આજના સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવા લાગ્યા છે.



હાર્ટ એટેક અને ડાયાબિટીસ બંનેથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો.



લાઇફસ્ટાઇલ સુધારવા માટે નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જરૂરી છે.



એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે દિવસમાં 2 થી 3 કપ કોફી પીઓ છો



તો હાર્ટ એટેક અને ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે.



જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં આ રિપોર્ટ પ્રકાશિત થયો છે



જે અનુસાર, 3 કપ કોફીનું સેવન કરવાથી હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ 50 ટકા ઓછું થઈ શકે છે.



આ અહેવાલને ટાંકીને ટીઓઆઇએ કહ્યું કે જો દરરોજ 200 થી 300 મિલિગ્રામ કેફીનનું સેવન કરવામાં આવે તો તે કાર્ડિયોમેટાબોલિક રોગનું જોખમ ઘટાડે છે.



કાર્ડિયોમેટાબોલિક એટલે હૃદય સંબંધિત રોગો અને તેનાથી થતા અન્ય રોગો.



અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોફી પીવાથી મગજની કામગીરી મજબૂત બને છે અને યાદશક્તિ વધે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો