ડ્રાયફ્રૂટ્સનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

દિમાગ તેજ કરવા અને યાદશક્તિ વધારવા માટે અખરોટ અને બદામને ઉત્તમ ડ્રાયફ્રૂટ્સ માનવામાં આવે છે

નિષ્ણાતોના મુજબ, અખરોટને બ્રેન ફૂડ કહેવામાં આવે છે

કારણ કે તેની રચના માનવના દિમાગની જેમ હોય છે

તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે

જે એકાગ્રતા વધારવામાં અને માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે

યાદશક્તિ મજબૂત કરવા માટે બદામ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે

બદામમાં વિટામિન E, મેગ્નેશિયમ અને એન્ટિઑક્સિડન્ટ્સ હોય છે

વિટામિન E ઉંમર સાથે થતી યાદશક્તિની કમજોરી અટકાવે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.