આજકાલ મોટાભાગના લોકો હોટલ અને રૂમ ઓનલાઈન બુક કરાવે છે જેથી તેમને નવી જગ્યાએ જતી વખતે વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પરંતુ કેટલીકવાર હોટલ પસંદ કરવામાં કેટલીક ભૂલો થઈ જાય છે જેના કારણે પાછળથી પસ્તાવો કરવો પડે છે આપણે હોટલ અને રૂમનું ઓનલાઈન બુકિંગ કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે વેબસાઈટ કે એપ દ્વારા હોટલ બુક કરી રહ્યા છો તે ભરોસાપાત્ર છે. અજાણી અથવા અવિશ્વસનીય સાઇટ પરથી બુકિંગ કરવાનું ટાળો. આ સિવાય વેબસાઈટ પર હોટલ અને રૂમ વિશેના રિવ્યુ અને રેટિંગ વાંચો સાઈટ પર હોટેલની સર્વિસ, સ્વચ્છતા, સુરક્ષા અને અન્ય સુવિધાઓ વિશે માહિતી મેળવી શકશો. હોટલ પર્યટન સ્થળોથી ખૂબ દૂર ન હોવી જોઈએ જો તમને તમારી પસંદગી મુજબ હોટલ કે રૂમ મળે તો તરત જ બુકિંગ કરાવતા પહેલા તેની અન્ય હોટલ સાથે સરખામણી કરો. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.