વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છે.



લેન્સેટનો એક રિપોર્ટમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે



જેમાં વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકની શક્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



હવા પ્રદૂષણમાં જોવા મળતા સબરાચોનોઇડ મગજની અંદર રક્તસ્ત્રાવનું કારણ બને છે.



જેના કારણે બ્રેઈન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.



ભારત, અમેરિકા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ અને યુએઈના સંશોધકોએ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે સંશોધન કર્યું છે.



જેમાં જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણને કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ 14 ટકા વધી ગયું છે.



લોકો સ્લીપિંગ ડિસઓર્ડર, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ અને ટેન્શન જેવી બીમારીનો શિકાર બની રહ્યા છે



ભારતમાં દર વર્ષે 1 લાખ 85 હજારથી વધુ કેસ નોંધાય છે. જેમાં દર 40 સેકન્ડે બ્રેઈન સ્ટ્રોકનો એક કેસ આવે છે.



દર મિનિટે એક વ્યક્તિ બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ પામે છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો