તેઓ ઘણા સમયથી બીમાર હતા. કિડનીની બિમારીને કારણે તેમને કાનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઓપી શર્મા જાદુની દુનિયાના બેતાજ બાદશાહ હતા. જ્યાં પણ પરફોર્મન્સ માટે જતા હતા ત્યાં તેમની સાથે 150થી વધુ લોકોનો કાફલો આવતો.
તેમણે 34 હજારથી વધુ જાદુના શો કર્યા છે. પોતાના જાદુના કારણે ઓપી શર્માએ આખી દુનિયામાં ખ્યાતિ મેળવી હતી.
ઓપી શર્મા પોતાના જાદુના માધ્યમથી સમાજમાં જાગૃતિનો પ્રસાર પણ કર્યો હતો.
ઓપી શર્મા કહેતા હતા કે, જાદુની કળા ભારતમાં પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને તે ભારતથી જ વિશ્વમાં ફેલાયેલી છે.
તેઓ હંમેશા કહેતા કે, દર્શકો જેને જાદુ માને છે તે વાસ્તવમાં વિજ્ઞાનનો ચમત્કાર છે
ઓપી શર્માએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. તેઓ સપાની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા હતા.
ઓપી શર્માના પરિવારજનોએ જણાવ્યું કે, તેમને બાળપણથી જ જાદુગર બનવાનો શોખ હતો
ઓપી શર્માના મૃત્યુ બાદ તેમના પરિવારમાં તેમની પત્ની મીનાક્ષી શર્મા, તેમના ત્રણ પુત્રો પ્રેમ પ્રકાશ શર્મા, સત્ય પ્રકાશ શર્મા અને પંકજ શર્મા અને પુત્રી રેણુ સામેલ છે.