વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુનો નેશનલ પાર્કમાં નામીબિયામાંથી આવેલા ચિત્તાઓને મુક્ત કર્યા પછી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી, આજે આપણને તેને ફરીથી જોડવાની તક મળી છે પીએમએ કહ્યું, આજે ચિત્તાઓ ભારતની ધરતી પર પાછા ફર્યા છે, તેની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી છે. પીએમે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડા મહિનાઓ સુધી ધીરજ બતાવવી પડશે. પીએમે કહ્યું, જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ફરી દોડશે, ત્યારે અહીંની ઇકોસિસ્ટમ ફરીથી મજબૂત થશે અને જૈવવિવિધતા વધશે. પીએમ નરેન્દ્ર મોદીની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સાથે હતા. પીએમ મોદીએ ચિત્તાઓને કેમેરામાં કેદ કર્યા હતા. ચિત્તાનો ફોટો પાડતાં પ્રધાનમંત્રી મોદી ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પીએમ મોદીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ છે અને તક મળે ત્યારે તસવીરો ક્લિક કરતાં હોય છે. કૂનો નેશનલ પાર્કમાં મુક્ત થયા બાદ ચિત્તાની તસવીર