માહિરા ખાન એક પાકિસ્તાની ફિલ્મ અને ટીવી અભિનેત્રી છે. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ રઈસથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. માહિરા 2006માં અલી અક્સરીને મળી હતી માહિરા તેના પિતાને કહે છે કે તે અક્ષરી સાથે લગ્ન કરવા માંગે છે જોકે તેના પિતા આ સંબંધ માટે સંમત ન હતા માહિરાએ 2007માં પરિવારની મરજી વિરુદ્ધ અક્સરી સાથે લગ્ન કર્યા હતા. તે સમયે માહિરા માત્ર 23 વર્ષની હતી, તેણે 2009માં પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ પછી અભિનેત્રીના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગી. 2015 માં છૂટાછેડા લીધા અને પુત્રની કસ્ટડી મેળવી હવે એવા અહેવાલ છે કે માહિરા બીજા લગ્ન કરવા જઈ રહી છે.