રેડ આઉટફિટમાં મલાઈકા અરોરાના દેખાયા સ્ટ્રેચ માર્કસ, ચાહકોએ કર્યા વખાણ
તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ રેડ કલરના સ્લીવલેસ ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું, તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ છે.
અભિનેત્રી મલાઈકા અરોરા આ બોલ્ડ આઉટફિટમાં પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. તેની તસવીરો જોઈને ચાહકો બેહાલ થઈ રહ્યા છે.
અભિનેત્રી મલાઈકા આંખના મેકઅપ, સ્ટ્રેટ હેર સ્ટાઈલ સાથે ગોલ્ડ બોક્સ ક્લચ લઈને જોવા મળે છે.
અભિનેત્રી મલાઈકા અરોરાના આ ફોટોશૂટને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે, ચાહકોનું કહેવું છે કે તેઓને તે જોઈને ખૂબ ગર્વ થાય છે કે તે તેના સ્ટ્રેચ માર્ક્સ બતાવી રહી છે, તે દરેક માતાની નિશાની છે.