આ દિવસોમાં મિસ યુનિવર્સ 2023 સ્પર્ધાની ચર્ચા ચાલી રહી છે.

જેન દીપિકા ગેરેટ નામની પ્લસ સાઈઝ મોડલે પણ ભાગ લીધો છે

જેન દીપિકા ગેરેટ મિસ યુનિવર્સ 2023માં પોતાના દેશ નેપાળનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

તે મિસ નેપાળ રહી ચૂકી છે. તે આ સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ પ્લસ સાઈઝ મોડલ છે.

મિસ યુનિવર્સ 2023 ના મંચ પર પ્રેક્ષકોએ જેન દીપિકા ગેરેટનું સ્વાગત કર્યું હતું

તેણે સ્વિમસૂટ પહેરીને રેમ્પ વોક કર્યું હતું.

જેન દીપિકા ગેરેટ નેપાળની એક મોડલ છે.

મોડેલિંગની સાથે તે નર્સ અને બિઝનેસ ડેવલપર તરીકે પણ કામ કરે છે.

22 વર્ષની જેન દીપિકા ગેરેટ નેપાળના કાઠમંડુની રહેવાસી છે. તેનો જન્મ અમેરિકામાં થયો હતો.

All Photo Credit: Instagram