મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટનશીપ કરી છે. 332 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 220 મેચ જીતી છે. ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગે 303 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 128 મેચ જીતી છે. સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે 286 મેચમાં કેપ્ટનશીપ કરી જેમાંથી 163 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરે 271 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 139 મેચ જીતી છે. શ્રીલંકાના અર્જુન રણતુંગાએ 249 મેચમાં કેપ્ટનશીપ કરી છે. ભારતના મોહમ્મદ અઝહરુદ્દીને 221 મેચમાં ભારતીય ટીમે કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 104 મેચમાં જીત મળી છે. વિરાટ કોહલી આ લિસ્ટમાં આઠમા સ્થાન પર છે. કોહલીએ 212 મેચમાં કેપ્ટનશીપ કરી છે. સૌરવ ગાંગુલીએ 196 મેચમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. ઇગ્લેન્ડના ઇયાન મોર્ગન આ લિસ્ટમાં 10મા સ્થાન પર છે. તેણે 194 મેચમાં કેપ્ટનશીપ કરી છે