ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં દાઉદ ટોપ પર છે. આ આતંકવાદીનું પૂરું નામ દાઉદ ઈબ્રાહિમ કાસકર છે

જમાત-ઉદ-દાવા જેવા આતંકવાદી સંગઠનનો સંસ્થાપક હાફિઝ સઈદ દેશના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં બીજા નંબરે છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા સહિત 2001ના સંસદ હુમલામાં પણ સામેલ છે

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ છોટા શકીલ પણ દાઉદની જેમ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે.

મહારાષ્ટ્રના પુણેમાં જર્મન બેકરી બોમ્બ બ્લાસ્ટ અને કોલકાતામાં અમેરિકન સેન્ટર પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી ઇલ્યાસ કાશ્મીરી છે.

યુસુફ શાહ સૈયદ સલાહુદ્દીને હિઝબુલ મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવ્યું. પઠાણકોટ એરબેઝ સ્ટેશન પર થયેલા હુમલાની જવાબદારી સૈયદ સલાહુદ્દીને લીધી હતી.