ટીવી એક્ટ્રેસ મૌની રોયે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે એક્ટ્રેસ પતિ સાથે કરણ જોહરની બર્થ-ડે પાર્ટીમાં પહોંચી હતી. તસવીરમાં મૌની રોય ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરણની પાર્ટીમાં બોલીવૂડ અને ટીવી જગતના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. તે ગ્લેમરસ થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. મૌની રોયે આ વર્ષે 27 જાન્યુઆરીએ ગોવામાં લગ્ન કર્યા હતા. મૌનીએ થોડા દિવસ અગાઉ પતિ સાથે કતારમાં વેકેશન માણ્યુ હતું. મૌની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે All Photo Credit: Instagram