ફેશનિસ્ટા નીલમ કૌર ગિલ બ્રિટિશ ફેશન મોડલ છે. તે ભારતીય શીખ પરિવારની છે, પરંતુ તેની ચર્ચા બ્રિટિશ ફેશન વર્લ્ડમાં છે. નીલમ વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ કાન્સમાં ભાગ લેવા પહોંચી છે. કાન્સમાંથી નીલમનો લુક સામે આવ્યો છે જે ખૂબ જ ચર્ચામાં છે. નીલમ બ્લેક અને ગ્રીન કલરના આઉટફિટમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. હસીનાએ હોટલની લોબીથી લઈને કાનની રેડ કાર્પેટ સુધીની તસવીરો શેર કરી છે. જેમાં નીલમ બ્રેલેસ સ્ટાઈલમાં લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તસવીરોમાં જોઈ શકો છો કે તમામ ફોટોગ્રાફર્સે નીલને દરેક એંગલથી કવર કર્યો છે. નીલમને 14 વર્ષની ઉંમરે એક મોડેલ એજન્સી દ્વારા સાઇન કરવામાં આવી હતી.