જેકલીન ફર્નાન્ડિસે તાજેતરમાં ઓસ્કાર 2023માં હાજરી આપી હતી. જેમાં તે ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે ચાહકોને આકર્ષક લુકની કેટલીક તસવીરો શેર કરી છે. જેકલીને આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે બ્લેક ગાઉનમાં ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. જેકલીને ડીપનેક ગાઉન પહેર્યું છે જે ખૂબ જ પારદર્શક છે. જેક્લીનનું આ ગાઉન ઉપરથી ચુસ્ત ફિટિંગ છે અને નીચેથી એકદમ દળદાર છે. તેને ખુલ્લા વાળ, ગ્લોસી મેકઅપ, ડાયમંડ જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.