પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી આયશા ઓમર લગ્ન કરવા માંગે છે 42 વર્ષની એક્ટ્રેસે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. પરંતુ હવે તેણે ખુલાસો કર્યો છે કે તે લગ્ન કરવા માંગે છે. અદનાન ફૈઝલના પોડકાસ્ટમાં આયશાએ પોતે જ આ અંગેનો ખુલાસો કર્યો હતો તેણે કહ્યુ કે હવે તે લગ્ન કરવા માંગે છે અને પોતાના બાળકો ઇચ્છે છે. ‘ છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં મેં મારી જાતને લગ્ન માટે તૈયાર કરી છે’ આયશા ઉમરનું નામ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે જોડાયુ ત્યારે ચર્ચામાં આવી હતી. શોએલ મલિક ભારતની મહાન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો પતિ છે. અભિનેત્રીનું શોએબ મલિક સાથેનું અંતરંગ ફોટોશૂટ વાયરલ થયું હતું All Photo Credit: Instagram