વીણા મલિકે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે બિગ બોસમાં પણ જોવા મળી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ રઇસમાં માહિરા ખાને કામ કર્યું હતું. તેને ભારતના લોકોનો પ્રેમ પણ મળ્યો હતો. મથિરાએ બોલિવૂમાં અનેક આઇટમ નંબર કર્યા છે અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સારા લારેને બોલિવૂડમાં કજરારેથી ડેબ્યૂ કર્યું હતું. પાકિસ્તાની મોડલ મીકાલ ઝુલ્ફિકાર હિંદી ફિલ્મ શૂટ ઓન સાઇટ અને યુઆર માય જાનમાં કામ કર્યું છે. મીશા શાફી પાકિસ્તાની સિંગર છે અને તે ભાગ મિલ્ખા ભાગમાં જોવા મળી હતી. માવરા હુસૈન સનમ તેરી કસમ ફિલ્મમાં જોવા મળી હતી. ક્રિએચર 3ડીમાં ઇમરાન અબ્બાસે બિપાશા બસૂ સાથે કામ કર્યું છે. ફવાદ ખાને અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. હુમૈમા મલિકનું નામ બોલ્ડ એક્ટ્રેસિસમાં થાય છે. તેણે રાજા નટવરલાલમાં ઇમરાન હાશ્મી સાથે કામ કર્યું છે. ઇન્ડિયામાં અલી ઝફરને કોણ નથી ઓળખતું. આ સિંગર-એક્ટરે તમામ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. પોતાની એક્ટિંગ કરતા ઝેબા બખ્તિયાર પોતાની સુંદરતાને કારણે જાણીતી છે.