બોલીવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા લગ્ન બાદ તેના કરિયરને લઇને સવાલો ઉઠી રહ્યા હતા ઘણા લોકો માનતા હતા કે પરિણીતિ રાજકારણમાં જોડાવા જઈ રહી છે. જો કે હવે અભિનેત્રીએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. લગ્ન બાદ અભિનેત્રી હવે તેના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી હવે અભિનય સિવાય સિંગિંગમાં પણ પોતાનો જાદુ ફેલાવવા માટે તૈયાર છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું તે સંગીતની દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. પરિણીતી ચોપરા પોતાની નવી જર્ની માટે ખૂબ જ ઉત્સાહિત છે. All Photo Credit: Instagram